ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM)

views 78

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્રદેશની લોકશાહી ભાવનાને પ્રેરિત કરતી રહેશે. તેમણે આ ચૂંટણી પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીરના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમના નિશ્ચય અને વિશ્વાસને સ્વીકારીને સમર્પિત કરી હતી.

સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM)

views 89

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે સમગ્ર મતદાન પ્રક્રિયાપર દેખરેખ રાખી હતી.શ્રી રાજીવ કુમારે કહ્યું કે ખીણ અને પહાડી વિસ્તારોમાં જ્યાં ભયનું વાતાવરણ ઊભું કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં લોકો હવે લોકતાંત્રિક પ્રક્રિયામા...

સપ્ટેમ્બર 25, 2024 1:56 પી એમ(PM)

views 67

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહી ગયા હતા.26 બેઠકો પર મતદાન માટે ત્રણ હજાર 502 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર 446 ગ્રામ્ય વિસ્તારોમાં છે.વધુમાં વધુ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.આશરે 25 લાખ 78 હજાર મતદારો 239 મતદારોનું ભાવિ નક્કી કરશે, જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા ...

સપ્ટેમ્બર 24, 2024 7:47 પી એમ(PM)

views 67

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે.. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે ત્રણ હજારપાંચસો બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર ચારસો 46 ગ્રામ્ય વિસ્તારોમાં છે. આજે 13 હજારથી વધુ મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચ્યા હતા. મતદાન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.મતદાનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે વેબકાસ્ટિંગની સુવ...

સપ્ટેમ્બર 23, 2024 9:39 એ એમ (AM)

views 44

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે. પાંચ જિલ્લાની 26 વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ જિલ્લાઓમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 138

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સપ્ટેમ્બર 17, 2024 2:50 પી એમ(PM)

views 70

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે. પ્રથમ તબક્કાના 16 મતવિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે આઠ જમ્મુમાં છે. પ્રથમ તબક્કામાં 5.66 લાખ યુવાનો સહિત 23.27 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણી પંચે 24 વિધાનસભા મતવિસ્તારોમાં 3 હજાર 276 મતદાન મથકો સ્થાપિત કર્યા છે, જેથી કરીને સરળ અને પારદર્શક મત...

સપ્ટેમ્બર 10, 2024 8:02 પી એમ(PM)

views 50

ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી

ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાણવેએ જણાવ્યું કે, આ સમિતિમાં ત્રણ સહ-આયોજકો, વિવિધ સમિતિના અધ્યક્ષ, પૂર્વ અધિકારીઓ સામેલ છે. નીતિન ગડકરી, ચંદ્રશેખર બાવનકુલે, દેવેન્દ્ર ફડણવીસ, પિયૂષ ગોયેલ, વિનોદ તાવડે, આશિષ સેલાર, નારાયણ રાણે સહિત પાર્ટીના વિવિધ નેતાઓને આ સમિતિમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સમિતિ રાષ્ટ્રીય અને રાજ્ય એમ બંને સ્તરે પક્ષને મજબૂત બનાવવા માટે ક...

સપ્ટેમ્બર 10, 2024 7:57 પી એમ(PM)

views 35

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર યોગેશ બજરંગી ઝાલના બેઠક પરથી, જ્યારે ક્રિશ્ના ગેહલાવત રાઇ બેઠક પરથી ચૂંટણી લડશે. બિમલા ચૌધરી પટૌડી અને પ્રદીપ સંગવાન બરોડા બેઠક પરથી, નસીમ અહેમદ ફિરોઝપુર ઝિરકા અને અરિઝ ખાન પુનાહાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ઓગસ્ટ 12, 2024 3:31 પી એમ(PM)

views 95

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે જશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ અને પંચના અધિકારીઓ રાજ્યમાં વિવિધ બેઠકો કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે ચૂંટણી પંચ આજે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હરિયાણાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય સ...