વર્ષ 2005માં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અમલમાં મૂકીને ગુજરાતમાં શહેરી વિકાસનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. યોજનાના અમલના બે દાયકા બાદ શહેરી વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
યોજના શરૂ થઈ ત્યારે ગુજરાતનું શહેરી વિકાસ બજેટ 660 કરોડ રૂપિયા હતું. જ્યારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસ વિભાગ માટે 30 હજાર 325 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી ગત વર્ષની સરખામણીએ 40 ટકાથી વધુ હોવાનું જણાવાયું છે.છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શહેરી જનતાની સુખાકારી અને શહેરોના વિકાસ માટે કુલ 92 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવામાં આવી છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં શહેરી માળખાકીય સુવિધાઓના વિકાસ, જાહેર સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 12, 2026 9:45 એ એમ (AM)
ગુજરાતમાં શહેરી વિકાસને નવી ગતિ: 2005ના 660 કરોડથી 2025-26માં 30,325 કરોડનું બજેટ