સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ખોરાકી ઝેરની ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જિલ્લા આરોગ્ય અધિકારીને જરૂરી તબીબી અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે જનઆરોગ્યની સુરક્ષા અને નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારી રાખવા આદેશ આપ્યો છે.
સુરત શહેરની ટીમ દ્વારા નવ ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં સીલ મારવામાં આવશે. ઘટનામાં એક દીકરીનું મૃત્યુ થયું છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.
Site Admin | ઓગસ્ટ 19, 2026 9:21 એ એમ (AM)
સુરતના વરાછામાં ખોરાકી ઝેરની ઘટના: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારીના આપ્યા આદેશ