સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં
અચાનક લિફ્ટ ખોટકાઈ હતી.
ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ B-2 અધવચ્ચે અટકી 6 લોકોના જીવ તાળવે ચોંટ્યા. લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ સમયસૂચકતા વાપરી તુરંત ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો.
કોલ મળતા જ સુરત મહાનગરપાલિકાનો ફાયર કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર ફાઈટરોએ 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ 6 લોકોને બચાવી લીધા.