સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા છે.મંત્રીના નિર્દેશ બાદ સમગ્ર મામલે પારદર્શક અને ઝડપી તપાસ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી દેવામાં આવી છે. આપઘાત મામલે મંત્રીના નિર્દેશથી સિવિલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે સમગ્ર કાર્યવાહીની સીધી દેખરેખ ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામકને સુપ્રત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓને કડક આદેશ આપતાં કહ્યું છે કે, આ બનાવમાં કોઈ પણ સંજોગોમાં દોષિતોને છાવરવામાં આવશે નહીં.
Site Admin | ઓગસ્ટ 10, 2026 10:22 એ એમ (AM)
તપાસ સમિતિની રચના કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબની આત્મહત્યા કેસમાં કડક કાર્યવાહીના આદેશ