ઓગસ્ટ 20, 2026 8:02 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાની તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી

સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે હિંસાના આરોપોની તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચાધિકાર સંપન્ન તપાસ સમિતિની રચના કરી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી તથા વી. મોહનાનીની ખંડપીઠે જણાવ્યું કે સમિતિમાં પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રવિ શંકર ઝા, દિલ્હી ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ શલિંદર કૌર, સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત ડીજીપી એલ.આર. બિશ્નોઈ પણ સામેલ હશે. સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ કેટલાક મુદ્દાઓ પર પ્રાથમિકતાના આધારે કામ કરે, જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો મહિલા પ્રદર્શનકારીઓ સામે લક્ષિત હિંસા, ઉત્પીડન અને છેડતીની કથિત ઘટનાઓ સાથે જોડાયેલો છે.