ઓક્ટોબર 9, 2026 3:12 પી એમ(PM)

printer

કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 4 અઠવાડિયામાં મોટર અકસ્માત દાવા સંબંધિત 4 ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચાર અઠવાડિયામાં મોટર અકસ્માત દાવાઓ સંબંધિત ચાર ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવાનો નિર્દેશ આપ્યો.  જેથી છેતરપિંડીવાળા વીમા દાવાઓને રોકી શકાય અને વળતરની પતાવટ ઝડપી બને. પ્લેટફોર્મમાં e-DAR, VAHAN, SARATHI અને વીમા માહિતી બ્યુરોનો સમાવેશ થાય છે. અદાલતે બધા રાજ્યોને વિલંબ કર્યા વિના e-DAR પોર્ટલ પર સંબંધિત ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે થોડા રાજ્યોએ જ આ કાર્યવાહી શરૂ કરી છે.

ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રસન્ના બી. વરાલેની બેન્ચે અદાલતના અગાઉના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચોક્કસ વીમા કંપનીઓના વડાઓને અવમાનના નોટિસ પણ જારી કરી. આ મામલાની આગામી સુનાવણી 27 નવેમ્બરે થશે.