ઓક્ટોબર 21, 2026 9:37 એ એમ (AM)

printer

સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચેના વિવાદિત સરહદી ક્ષેત્રમાં ડ્રોન હુમલામાં 153 લોકોના મોત

સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચેના વિવાદિત સરહદી ક્ષેત્ર અબેઇમાં એક માર્કેટ પર કરાયેલા ડ્રોન હુમલામાં 153 લોકો માર્યા ગયા છે.

અબેઇના કાર્યકારી માહિતી મંત્રીએ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યાક કરી તેમણે કહ્યું કે, આ હુમલાથી આશરે 8,000 લોકો વિસ્થાપિત થયા છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં નજીકના ઇંધણ ડેપોને પણ અસર થઈ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી.

દક્ષિણ સુદાનના અધિકારીઓએ આ હુમલા માટે સુદાનની સેનાને દોષી ઠેરવી છે જોકે સુદાનની સેનાએ જવાબદારી સ્વીકારી નથી. દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે અબેઇની આસપાસના વિવાદોના રાજદ્વારી ઉકેલની હાકલ કરી છે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023 થી આફ્રિકન દેશ સુદાનમાં સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારમાં અબેઈમાં ડ્રોન હુમલો થયો છે.