ઓગસ્ટ 21, 2026 8:30 એ એમ (AM)

printer

સોમાલિયાના દરિયાકાંઠે કાર્ગો જહાજનું અપહરણ, 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યો બંધક

સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓ દ્વારા કાર્ગો જહાજનું અપહરણ કરવામા આવ્યું છે. જેમા 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યોને બંધક બનાવાયા છે.અપહરણ બાદ ચાંચિયાઓ જહાજને નુગાલના દરિયાકાંઠા તરફ લઈ ગયા હતા.આ જહાજમાં 6 ભારતીય, 1 તુર્કી, 1 જ્યોર્જિયન અને 2 સર્બિયન સુરક્ષા ગાર્ડ સામેલ હતા.આ જહાજમાં તુર્કીથી મોકલવામાં આવેલા શસ્ત્રો, સંદેશાવ્યવહાર અને ઉપગ્રહના સાધનો હતા. જે મોગાદિશુમાં આવેલી એક સૈન્ય તાલીમ સુવિધા માટે લઈ જવામાં આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સોમાલી ચાંચિયાઓએ ચાર દિવસમાં બે જહાજોનું અપહરણ કર્યું છે.સોમાલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, છ જહાજો હાલમાં ચાંચિયાઓના કબજામાં છે, જેમાં આ અઠવાડિયે બે જહાજોનુ અપહરણ કરવામા આવ્યુ છે અને તે જહાજોમાં 100 થી વધુ ક્રૂ સભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.