ઓક્ટોબર 19, 2026 7:48 પી એમ(PM)

printer

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ‘એગ્રી વેલફેર પોર્ટલ’ નો પ્રારંભ કર્યો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે  ‘એગ્રી વેલફેર પોર્ટલ’ નો પ્રારંભ કર્યો હતો

આ પોર્ટલનો ઉદ્દેશ્ય દેશભરના ખેડૂતોને પ્રક્રિયાગત અવરોધો અને મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરીને, તેમના મોબાઇલ ફોન પર સરકારી યોજનાઓ, નાણાકીય સહાય અને વિશ્વસનીય કૃષિ માહિતીની સીધી અને સરળ પહોંચ પૂરી પાડવાનો છે. ખેડૂતોને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે મંત્રાલયની તમામ સેવાઓ માટે સિંગલ પોર્ટલ એમ  કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું