બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, કુવૈતી ધ્વજવાળા તેલ ટેન્કર પર થયેલા હુમલામાં ટેન્કરમાં સવાર તમામ 21 ભારતીય ક્રૂ સભ્યો અને બાકીના ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી સોનોવાલે જણાવ્યું કે, ગઈકાલે આ ઘટના બની હતી જ્યારે આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ખલાસીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જહાજ વ્યવસ્થાપન કંપની સાથે સંપર્કમાં છે.