ઓક્ટોબર 5, 2026 9:28 એ એમ (AM)

printer

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે આસામના દિબ્રુગઢથી પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્ગો જહાજને લીલી ઝંડી આપશે

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે આસામના દિબ્રુગઢથી પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્ગો જહાજ પ્રવાસને લીલી ઝંડી આપશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પણ બોગીબીલ ટર્મિનલ પર યોજાનાર સમારોહમાં વર્ચ્યુઅલી હાજરી આપશે.

આ પ્રથમ પ્રવાસ આસામ પેટ્રો-કેમિકલ લિમિટેડના મિથેનોલને લઈને બોગીબીલથી બાંગ્લાદેશના ઢાકામાં આવેલા પંગાઓન બંદર માટે રવાના થશે. આ પરિવહન બ્રહ્મપુત્રા નદી પરના રાષ્ટ્રીય જળમાર્ગ-2 અને ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટનો ઉપયોગ કરશે.

આઝાદી પછી દિબ્રુગઢથી વિદેશી બંદર સુધી મોકલવામાં આવનાર આ પ્રથમ માલસામાનનો જથ્થો છે. જે આસામના નદી વેપારને પુનર્જીવિત કરવા અને ઉત્તરપૂર્વમાં આંતરિક જળમાર્ગ જોડાણને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું દર્શાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.