બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે ગઈકાલે પર્સિયન ગલ્ફમાં થયેલા હુમલા બાદ લાઇબેરિયાના ધ્વજવાળા જહાજ પર સવાર તમામ છ ભારતીય નાવિક સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે જહાજ અલ રુવૈસથી દુબઈ જઈ રહ્યું હતું ત્યારે હુમલો થયો હતો. તેમણે માહિતી આપી હતી કે ચાર ક્રૂ સભ્યોને ઈજા થઈ છે, જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેમને સામાન્ય ઈજા થઈ છે અને તેમને વધુ તબીબી તપાસ માટે સુરક્ષિત રીતે કિનારે લઈ જવામાં આવ્યા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બાકીના 18 ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાવિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જહાજ વ્યવસ્થાપન કંપની સાથે સંપર્કમાં છે.