વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર આજે મુંબઈમાં UAE ના વિદેશ મંત્રી સાથે બેઠક કરશે. તેઓ UAEના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. શ્રી જયશંકર આવતી કાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે પણ બેઠક કરશે.
દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે, અમેરિકા ભારત સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે. ભારતની તેમની મુલાકાતના એક દિવસ પહેલા, તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત કરાર પર મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.