નવેમ્બર 3, 2026 3:54 પી એમ(PM)

printer

યુક્રેનમાં માનવતાવાદી સહાય કેન્દ્ર પર રશિયાનો હુમલો – 26નાં મોત

અમેરિકાની શાંતિ વાટાઘાટો યોજનાની જાહેરાત વચ્ચે રશિયન દળોએ યુક્રેનમાં એક માનવતાવાદી સહાય કેન્દ્ર પર હુમલો કર્યો છે, જેમાં 26 લોકો માર્યા ગયા છે. 

 યુક્રેનની કટોકટી સેવાઓના અહેવાલ અનુસાર માર્યા ગયેલા લોકોમાં બે બચાવ કાર્યકરો અને ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. બે બચાવ કર્મચારીઓ સહિત પાંચ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 27 લોકો ગુમ છે જેમની શોધખોળ ચાલુ છે. રશિયાએ હુમલા પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.