ઓક્ટોબર 13, 2026 3:49 પી એમ(PM)

printer

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું. તેમણે અંબાજી શક્તિ કૉરિડોર, અંબાજી બાયપાસ રોડ અને અંબાજી-તારંગા રેલવે લાઈન પરિયોજનાની કામગીરીનું નિરીક્ષણ કરી પરિયોજનાની પ્રગતિ અને સંબંધિત કામગીરી અંગે માહિતી મેળવી.

દરમિયાન શ્રી પટેલે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતાં. આ પ્રસંગે તેમણે રાજ્યના આદિવાસી બહુલ વિસ્તારોનો સર્વાંગી અને ઝડપી વિકાસ થાય અને આદિવાસી સમુદાયને તમામ પાયાની સુવિધાઓ સુલભ બને તે સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.