રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયો અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
શ્રી મલ્હોત્રાએ કહ્યું કે, રાષ્ટ્રીય બેંકે 2026-27 માટે તેના વાસ્તવિક GDP વૃદ્ધિ અંદાજને સુધારીને 6.7 ટકા સુધી પહોંચાડવા માટેના પ્રયાસો આદર્યા છે. RBI ના ગવર્નરએ કહ્યું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે મુખ્ય વેપાર માર્ગો અવરોધાયા હોવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર સામે પડાકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે, RBI એ નાણાકીય વર્ષ 2027 માટે CPI ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.