નવેમ્બર 1, 2026 9:51 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરીય હરિયાણા દિવસની ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરીય હરિયાણા દિવસની ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષે હરિયાણા રાજ્યની રચનાની 60મી વર્ષગાંઠ છે. મુખ્ય કાર્યક્રમ કુરુક્ષેત્ર યુનિવર્સિટી ખાતે યોજાશે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ 1966માં તેની રચના થયા બાદના છ દાયકામાં હરિયાણાની વિકાસ યાત્રા દર્શાવતા એક પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમમાં લગભગ બે હાજર લોકો ભાગ લેશે.

આ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, જનપ્રતિનિધિઓ, ખેડૂતો, સરકારી યોજનાઓના લાભાર્થીઓ, રમતવીરો, ઉદ્યોગસાહસિકો, કલાકારો અને આરોગ્ય કર્મચારીઓ ભાગ લેશે. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ હાજર રહેશે.