નવેમ્બર 1, 2026 4:20 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું સીમાચિહ્ન સાબિત થયું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશવ્યાપી બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનું સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. આ અભિયાન જાન્યુઆરી 2015 માં હરિયાણાના પાણીપતથી શરૂ કરાયું હતું. તેમણે ભાર મૂક્યો કે જન્મ સમયે બાળ લિંગ ગુણોત્તર, જે 2014માં એક હજાર છોકરાઓ દીઠ 871 છોકરીઓ હતો, તે નવેમ્બર 2025 માં વધીને લગભગ 915 થયો છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ હરિયાણાના 60મા સ્થાપના દિવસ નિમિત્તે કુરુક્ષેત્રમાં રાજ્ય સ્તરીય હરિયાણા દિવસ ઉજવણીને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે હરિયાણાના લોકોએ સ્વતંત્રતા સંગ્રામથી લઈને સામાજિક પરિવર્તન, લોકતંત્ર, સાહિત્ય સહિતના ક્ષેત્રમાં સાર્થક યોગદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે હરિયાણાની દીકરીઓએ આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં દેશનું નામ રોશન કર્યું છે. તેમણે મનુ ભાકર, સવિતી બુરા અને જૈસ્મીન લંબોરિયા સહિત અસંખ્ય દીકરીઓ તેમની નોંધપાત્ર સિદ્ધિઓ પર ભાર મૂક્યો. દરમિયાન સુશ્રી મૂર્મુએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના સહયોગ હાલ રાજ્યમાં વિકાસને નવી દિશા મળી રહી છે.