ઓગસ્ટ 26, 2026 3:25 પી એમ(PM)

printer

રક્ષાબંધન પર્વે મુસાફરોને ભેટ: Dy.CM હર્ષ સંઘવીએ 101 નવી એસટી બસોનું કરાવ્યું પ્રસ્થાન

આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુસાફરોની સુવિધા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા 101 નવી અત્યાધુનિક એસટી બસોને સેવામાં મૂકવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવીન બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેથી તહેવારો દરમિયાન નાગરિકોને આવનજાવનમાં કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.

નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ 

રાજ્યમાં એસટી નિગમના કાફલાને વધુ સુદઢ બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બસોનું ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી નરેશ પટેલ સહિત અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવી બસોના ઉમેરાથી રાજ્યના પરિવહન માળખાને વધુ મજબૂતી મળી છે.

સ્લીપર, સાદી અને મીડી બસોનો કાફલામાં સમાવેશ 

એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ 101 નવી બસોમાં મુસાફરોની જરૂરિયાત મુજબ વિવિધ કેટેગરીની બસોનો સમાવેશ કરાયો છે. જેમાં લાંબા અંતરની મુસાફરી માટે આધુનિક સ્લીપર કોચ, નિયમિત રૂટ માટે સાદી એક્સપ્રેસ બસો તેમજ ટૂંકા અંતર માટે મીડી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ નવી બસોમાં મુસાફરો માટે અત્યંત આરામદાયક સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

તહેવારોમાં 6500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન: મંત્રી અર્જુન મોઢવાડિયા 

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વાહનવ્યવહાર ક્ષેત્રે થયેલી આ સત્વર કામગીરી બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નાયબ મુખ્યમંત્રીની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રક્ષાબંધન જેવા મોટા તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એસટી વિભાગ દ્વારા રાજ્યના વિવિધ રૂટ પર 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.