રાજ્યસભાએ આજે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે.
વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ – પહોંચની પતાવટ વેપાર લેણાં વટાવવાની પ્રણાલિના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ, જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં લવાદ માટે મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે, દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એ પણ જોગવાઈ છે કે, જો મામલો છ મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પૂરવઠાકારે નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50 ટકા રકમ ચૂકવવી જોઈએ.
બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં MSME ક્ષેત્રને આપવામાં આવતી બાકી ક્રેડિટમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે ૨૦૧૪-૧૫માં આશરે ૧૦ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ હતી, જે હવે વધીને ૩૮ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
News On AIR | ઓગસ્ટ 3, 2026 8:01 પી એમ(PM)
રાજ્યસભાએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું