સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે આધુનિક યુદ્ધ અને વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થામાં થઈ રહેલા મોટા ફેરફારો વચ્ચે, ભારત તેના પડોશીઓ અને વિશ્વભરના દેશોમાં વિકાસ અને તેના વ્યૂહાત્મક પરિણામો પર નજીકથી નજર રાખી રહ્યું છે. જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે તરંગ શક્તિ 2026 કવાયતને સંબોધતા, શ્રી સિંહે કહ્યું કે સ્થાપિત વિશ્વ વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે, જ્યારે ઉભરતી વૈશ્વિક વ્યવસ્થાની પ્રકૃતિ અનિશ્ચિત રહે છે.
ભારતીય વાયુસેના ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, શ્રીલંકા અને બાંગ્લાદેશ – સાત દેશોના વાયુસેના આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે