ઓગસ્ટ 20, 2026 9:08 એ એમ (AM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે.
બેઠક દરમિયાન વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. બંને નેતાઓ ‘મેક ઇન ઇન્ડિયા’ માળખા હેઠળ દરિયાઈ સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે પણ વિચારવિમર્શ કરશે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠક દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગને આગળ વધારવા માટે રોડમેપ તૈયાર કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
ભારતની પ્રથમ મુલાકાતે આવેલા જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ ગઈકાલે મુંબઈમાં પશ્ચિમી નૌકાદળ કમાન્ડની મુલાકાત લીધી હતી.