સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો કે, ભારત અને આસિયાન શાંતિપૂર્ણ, સ્થિર અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ઉત્સુક છે. આજે સવારે નવી દિલ્હીમાં આસિયાન-ભારત સંરક્ષણ થિંક ટેન્ક ફોરમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝનનું કેન્દ્ર છે અને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી દક્ષિણપૂર્વ એશિયા સાથે સમાન ભાગીદાર તરીકે કામ કરવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે.
શ્રી સિંહે ભાર મૂક્યો કે હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ એશિયાનુ જળ એક જ સંયુક્ત દરિયાઈ સ્થળ છે, જેની સલામતી સહિયારી જવાબદારી છે. 2026 ને આસિયાન-ભારત દરિયાઈ સહકાર વર્ષ તરીકે નિયુક્ત કરવા તરફ નિર્દેશ કરતા, તેમણે દરિયાઈ ક્ષેત્ર માહિતીનુ આદાનપ્રદાન, કટોકટી, ચાંચિયાગીરી અને ગેરકાયદેસર માછીમારી જેવા પડકારોને પહોંચી વળવા હાકલ કરી હતી.
શ્રી સિંહે દરિયાઈ સુરક્ષા, આપત્તિ પ્રતિભાવ, સાયબર જોખમો અને ઉભરતી ટેકનોલોજીઓ પર કેન્દ્રિત સંયુક્ત ભારત-આસિયાન સંશોધન એજન્ડા વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો.