ઓક્ટોબર 15, 2026 10:03 એ એમ (AM)

printer

રાજકોટમાં દાગીના લઇને જતાં એક વ્યક્તિની હત્યા કરીને લૂંટ કરવામાં આવી

રાજકોટ શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલભાઈ સરધારા અંદાજિત એક કિલો સોનું અને બે કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેની પાસે રહેલો દાગીના ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો.

પરંતુ, લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરીંગ કરી લૂંટ ચલાવી. લાલભાઈને છાતીના ભાગે ગોળી લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટમલાં ખસેડાયા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી હોવાનું DCP હેતલ પટેલે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.