પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કર્ણાટક અને ગુજરાતના બે દિવસના પ્રવાસે જશે. આજે સવારે, શ્રી મોદી સ્વામી વિવેકાનંદ યોગ સંશોધન સંસ્થા (S-VYSA) ના રહેણાંક સંકુલ, પ્રશાંતી કુટીરામના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. બપોરે, તેઓ તવરેકેરેથી IIM બેંગલુરુ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે અને મુસાફરી કરશે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી બેંગલુરુમાં 15 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી મૈસુરની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારત વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે, તેઓ કોસ્મોસ-મૈસુર પ્લેનેટેરિયમનું પણ ઉદ્ઘાટન કરશે.
આવતીકાલે, પ્રધાનમંત્રી ગુજરાતના બનાસકાંઠામાં આવેલ 51 શક્તિપીઠોમાંનું એક એવા અંબાજી મંદિરની મુલાકાત લેશે.