નવેમ્બર 11, 2026 1:37 પી એમ(PM)

printer

ભાઈ બહેનના પવિત્ર અને અપાર સ્નેહના પ્રતિક એવા ભાઈબીજના તહેવારની આજે દેશભરમાં ઉજવણી

ભાઈ બહેનના પવિત્ર અને અપાર સ્નેહના પ્રતિક એવા ભાઈબીજના તહેવારની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાઈ બીજ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવતા આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચેના ખાસ બંધનના પ્રેમ, સ્નેહ અને હૂંફનું પ્રતીક ગણાવ્યું.

ગૃહમંત્રી અમિત શાહે પ્રાર્થના કરી કે ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમના પવિત્ર બંધનનો આ તહેવાર દરેકના જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ભાઈબીજ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવતા  ભાઈબીજનો તહેવાર કૌટુંબિક સંબંધોની નિકટતા અને એકબીજા પ્રત્યે સ્નેહ, આદર અને જવાબદારીની લાગણીઓને યાદ અપાવે તેમ જણાવ્યુ.

 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.