નવેમ્બર 15, 2026 2:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 15 નવેમ્બર 2021ના રોજ શરૂ થયેલો જનજાતિય ગૌરવ દિવસ હવે રાષ્ટ્રીય ઉજવણી બની ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 15 નવેમ્બર 2021ના રોજ શરૂ થયેલો જનજાતિય ગૌરવ દિવસ હવે રાષ્ટ્રીય ઉજવણી બની ગયો છે. આજે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે દેશમાં ઘણા દિવસો અને તહેવારો વિદેશી દ્રષ્ટિકોણથી નક્કી કરવામાં આવતા હતા, પરંતુ આજે ભારત તેના વારસા, તેના ઇતિહાસ અને તેના નાયકોને આત્મસન્માનની ભાવનાથી યાદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ રાષ્ટ્રીય ચેતનામાં એક મોટો પરિવર્તન દર્શાવે છે.

શ્રી મોદીએ કહ્યું કે, દેશની બે મોટી સિદ્ધિઓની ચર્ચા બધે થઈ રહી છે. તેમણે કહ્યું કે, પહેલી સિદ્ધિ દેશના લગભગ 50 કરોડ લોકો દ્વારા અત્યંત ગરીબીમાંથી બહાર નીકળવાની છે અને બીજી સિદ્ધિ નક્સલવાદ અને માઓવાદી આતંકથી દેશને મુક્ત કરવાની છે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાના 246 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ 173 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 38 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ અને 100 બહુહેતુક કેન્દ્રોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.