આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ રાજ્યમાં દરેક રેસ્ટોરાંમાં રસોડું સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોવા પર ભાર આપ્યો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચુંદડી રેસ્ટોરાં અને મૌસમ રેસ્ટોરાંની મુલાકાત દરમિયાન શ્રી પાનશેરિયાએ શક્ય હોય ત્યાં સુધી રસોડાની કામગીરી ગ્રાહકો જોઈ શકે તેવી પારદર્શક વ્યવસ્થા કરવા જણાવ્યું. તેમણે બંને રેસ્ટોરાંમાં સ્વચ્છ રસોડું, શુદ્ધ ભોજન અને ગ્રાહકોના વિશ્વાસની પ્રશંસા કરી.
આ પ્રસંગે શ્રી પાનશેરિયાએ સ્વચ્છ રસોડું એ સ્વસ્થ ગુજરાત તરફનું પહેલું અને મહત્વનું પગલું ગણાવતા તેમણે સુરતથી શરૂ થયેલી આ પહેલ રાજ્યભરમાં પ્રેરણા બને તેવો અનુરોધ કર્યો.
ઉલ્લેખનીય છે કે, આ બંને રેસ્ટોરામાં રસોડાની સ્વચ્છતા જાળવવા સિવાય રસોડામાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને ગ્રાહકો પણ ભોજન બનાવવાની પ્રક્રિયા જોઈ શકે તે રીતે ડિસ્પ્લે ગોઠવવામાં આવી છે.