આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, નવરાત્રિ દરમિયાન રાજ્યના લોકોને શુદ્ધ આહાર મળે તે માટે ખાદ્ય સુરક્ષા વાહનો કાર્યરત્ રહેશે. મિઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા કાર્યરત્ આ વાહનો સ્થળ પર જ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસશે.
ઉપરાંત ભેળસેળયુક્ત કે ખરાબ ગુણવત્તાનો ખોરાક વેચતા વેપારીઓ સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવાશે તેમ પણ શ્રી પાનશેરિયાએ જણાવ્યું.