જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં, ગઈકાલે નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન લેન્ડમાઈન વિસ્ફોટ થતાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સહિત ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.
તેમની ઓળખ લશ્કરના ટોચના કમાન્ડર મોહમ્મદ ફૈઝાન, મોહમ્મદ ઇશ્તિયાક, મોહમ્મદ વકાસ અને મોહમ્મદ અસીમ તરીકે થઈ છે. બધા પાકિસ્તાનના કબજા હેઠળના પૂંછ જિલ્લાના મદારપુર, હજીરા તહસીલના મંડલાના રહેવાસી હતા.
ગઈકાલે બપોરે કૃષ્ણા ઘાટી સેક્ટરના નાંગી ટાકરી વિસ્તારમાં આતંકવાદીઓનું જૂથ નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તેઓ એક લેન્ડમાઈન પર પગ મુકાઇ જતાં ચારેય ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. વિસ્ફોટનું ચોક્કસ સ્થાન નાંગી ટાકરી વિસ્તારમાં સતવાલ નાકી છે, જ્યાંથી આતંકવાદીઓ સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે.