ઓક્ટોબર 25, 2026 4:30 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ વારાણસીમાં નવી કાપડ ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું. બપોર બાદ એર-શો નિહાળશે, સાંજે ઓડિશાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી મોદીએ આજે વારાણસીમાં એક નવી કાપડ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. વારાણસીમાં પ્રધાનમંત્રીએ રોડ શો યોજ્યો હતો. આજના વારાણસીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો ઘાટ ખાતે મેગા એર શો, ‘વિંગ્સ ઓવર ગંગા‘ ના ત્રીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય વાયુસેનાની 94મી વર્ષગાંઠ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આ પ્રસંગે હાજર રહેશે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના નમો ઘાટ ખાતે વાયુસેના દિવસ એરિયલ ડિસ્પ્લે-2026ના સાક્ષી બનશે.

 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.