પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે.
ઉત્તરપ્રદેશની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વારાણસી ખાતે એર શો માં હાજરી આપશે.
પ્રધાનમંત્રી આજે સાંજે ઓડિશામાં ભુવનેશ્વર નજીક જટની ખાતે ભારતીય રિઝર્વ બેંકના ડેટા સેન્ટર અને સાયબર સુરક્ષા તાલીમ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે. આશરે ₹170 કરોડના ખર્ચે બનેલી આ સંસ્થા ડેટા સુરક્ષાને મજબૂત બનાવવામાં અને ડિજિટલ નાણાકીય માળખાને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ સાયબર સુરક્ષા અને કૃત્રિમ બુદ્ધિમત્તા અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી તકનીકોમાં વિશેષ તાલીમ અને સંશોધનને પણ પ્રોત્સાહન આપશે.