ઓક્ટોબર 25, 2026 7:43 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ ઓડિશામાં ભુવનેશ્વર ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા સેન્ટર અને સાયબર સુરક્ષા તાલીમ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં ભુવનેશ્વર નજીક જટની ખાતે ‘ઇન્ફો વેલી-II’ માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા સેન્ટર અને સાયબર સુરક્ષા તાલીમ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ઓડિશાના લોકો અને સમગ્ર દેશ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. તેમણે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા.

170 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ડેટા સેન્ટર, મહત્વપૂર્ણ નાણાકીય ડેટાની સુરક્ષાને મજબૂત બનાવશે અને ભારતના ડિજિટલ નાણાકીય માળખાની સ્થિતિસ્થાપકતામાં વધારો કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.