ઓગસ્ટ 31, 2026 8:00 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. કિર્ગિસ્તાનની બે દિવસની પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી અને શ્રી પેઝેશ્કિયાને  દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સદોર ઝાપારોવ સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેઓ બંને અર્થતંત્રો વચ્ચે આર્થિક અને વાણિજ્યિક સહયોગને વધુ વધારવા માટે સંમત થયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.