ઓક્ટોબર 24, 2026 3:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”માં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. કાર્યક્રમની આ 139-મી કડીનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્કની સાથે આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મોબાઈલ ઍપ પર કરાશે.

કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂ     ઝ, પ્રધાનમંત્રી કાર્યાલય- PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યૂ-ટ્યૂબ ચેનલ પર પણ કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ “મન કી બાત” કાર્યક્રમનું પ્રસારણ કરાશે.