પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર ભાર આપ્યો.
શ્રી મોદીએ શાળા, મહાવિદ્યાલય અને વિશ્વ વિદ્યાલયોના પ્રાધ્યાપકોને પણ વિશેષ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 28 હજાર સ્થળ પર એક કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.