નવેમ્બર 3, 2026 4:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આશરે 21 હજાર 800 કરોડ રૂપિયાના પુણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે 8 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુણે મેટ્રો લાઇન 3નું પણ ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, નવી મેટ્રો લાઇનથી પૂણેના જૂના અને નવા વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.