ઓક્ટોબર 30, 2026 7:57 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવતીકાલે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. શ્રી મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ એકતાનગર ખાતેથી 426 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ પરિયોજનામાં 50 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત IRCTC હોટલ, 16 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી નવી એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ તેમજ ઇકો-ટ્રેઇલ જેવા નવા પ્રવાસન આકર્ષણોના લોકાર્પણનો સમાવેશ થાય છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવતીકાલે સાંજે ભવ્ય પરેડ યોજાશે.