ભારત અને પૉલેન્ડ વચ્ચેની નવી દિલ્હી ખાતે યોજાયેલી દ્વિપક્ષિય વાતચીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને પોલેન્ડની વ્યૂહાત્મક ભાગીદારીને સુદ્રઢ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્ણ કરીને સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. આ બેઠકમાં બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે દ્વિપક્ષિય સંબંધઓને વધુ આગળ લઇજવાનો નિર્ણય કર્યો હોવાનું કહ્યું હતું.
શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી ભારત- પોલેન્ડ દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધી રહ્યો છે અને પોલેન્ડના વિદ્યાર્થીઓ ભારત આવી રહ્યા છે. ભારત અને પોલેન્ડ અને નો વિકાસ દર સતત વધી રહ્યો હોવાનો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો.