પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના આગર માળવા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના નજીકના પરિજનને 2 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
આજે મધ્યપ્રદેશના આગર માળવા જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલી કાર વરસાદી પાણીના ઝડપી વહાવમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત આઠ લોકોના મોત નિપજ્યાં હતાં.