ઓક્ટોબર 23, 2026 9:30 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ‘ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદ’નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

આ ત્રણ દિવસીય કાર્યક્રમ ચિન્મય મિશનના 75 વર્ષ પૂર્ણ થવાના એક વર્ષ લાંબા ઉજવણીના સમાપનનું પ્રતીક છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, મિશને આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્કૃતિક સંરક્ષણ, યુવા સશક્તિકરણ અને સમુદાય સેવાના ક્ષેત્રોમાં તેના કાર્યનો વિસ્તાર કર્યો છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારત અને વિદેશના 9,000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. ગયા વર્ષે પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુમાં ચિન્મય મિશન દ્વારા તૈયાર કરાયેલ ભગવદ ગીતાના તમિલ સંસ્કરણનું વિમોચન કર્યું ત્યારે આખું વર્ષ ચાલનારી ઉજવણી શરૂ થઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.