પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યુવાનો હંમેશા તેમની સરકારની નીતિઓ અને પહેલોના કેન્દ્રમાં રહ્યા છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી, તેઓ સરકારના વડા તરીકે તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે.
તેમણે વિભાજનકારી શક્તિઓ સામે સમાજને એક કરવા, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં દરેક નાગરિકને સામેલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ત્રણ દિવસીય સંમેલનમાં ભારત અને વિદેશના નવ હજારથી વધુ સહભાગીઓ એકઠા થયા છે.