પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ગુવાહાટી સુધી બુલેટ ટ્રેનના ઉત્તરીય કોરિડોરને મંજૂરી આપી છે. આ ટ્રેન સિલિગુડી થઈને દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે વારાણસીમાં આ જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ કોરિડોર દિલ્હીથી સિલિગુડી સુધીના મુસાફરીના સમયને 20 કલાકથી ઘટાડીને ફક્ત છ કલાક કરશે. આ આશરે એક હજાર 500 કિલોમીટર લાંબો કોરિડોર ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થશે અને આસામ પહોંચશે.
આ રૂટ પરના મુખ્ય સ્ટેશનો દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, પટના, સિલિગુડી અને ગુવાહાટી હશે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનું ભાડું વિમાન ભાડા કરતા નોંધપાત્ર રીતે ઓછું હશે.
તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે અને મધ્યમ આવક ધરાવતા પરિવારો, યુવાનો અને સ્થાનિક કારીગરોને લાભ આપશે.