પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મકભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વેપાર, સંરક્ષણ,મહત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાનીતેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અનેવૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. શ્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને દ્વિતીય મહિલા ઉષા વાન્સને તેમના પુત્રના જન્મ પર અભિનંદન પણ આપ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 9, 2026 11:18 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી