પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે IIT દિલ્હીના57માદીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે IIT દિલ્હીએસંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે આ અગ્રણીસંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં સામેલ થવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં IIT દિલ્હીનાનિયામક રંજન બેનર્જીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સંસ્થાનાપ્રતિષ્ઠિત પુરસ્કારો રાષ્ટ્રપતિ સુવર્ણ\ચંદ્રક, નિયામકસુવર્ણચંદ્રક, શંકર દયાળ શર્મા સુવર્ણચંદ્રક અને પરફેક્ટ ટેન સુવર્ણચંદ્રકએનાયત કરશે. શ્રી બેનર્જીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી IIT દિલ્હીનાસોનીપત કેમ્પસમાં સ્થાપિત AI-સક્ષમ ઉચ્ચ-પ્રદર્શન સુપરકોમ્પ્યુટિંગસુવિધા “પરમ પ્રજ્ઞા”નું પણ રિમોટ દ્વારા ઉદ્ઘાટન કરશે. જેનાથી સંસ્થાનીકૃત્રિમ બુદ્ધિ, ડેટા વિજ્ઞાન, અદ્યતનકમ્પ્યુટિંગ અને આંતરશાખાકીય સંશોધન ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. શ્રીબેનર્જીએ જણાવ્યું હતું કે 30 દેશો સાથે 88 આંતરરાષ્ટ્રીયકરારો વિદેશીયુનિવર્સિટીઓ સાથે સંશોધન અને શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણભૂમિકા ભજવી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 8, 2026 10:37 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે