પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કરાયો હતો. શ્રી મોદીએ સચિવોને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે વિચારવા અને દેશનું ભવિષ્ય કેવી રીતે ઘડવું તે અંગે નવી દિશામાં વિચાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારી વિભાગો વચ્ચે વધુ સુસંગતતા જાળવવા પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ નીતિનિર્માણમાં નવા દ્રષ્ટિકોણ લાવવા માટે સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ જોડાણ માટે હાકલ કરી.
મીટિંગમાં, પ્રધાનમંત્રીએ અધિકારીઓ વચ્ચે અનૌપચારિક વાતચીત અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ જોડાણની વાત કરી. પોતાના ભાષણના સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ જટિલ પડકારોનો સામનો કરવા અને ભારતના ભવિષ્યને આકાર આપવા માટે વધુ સારા સંકલન, નવી વિચારસરણી અને સામૂહિક જવાબદારીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.
Site Admin | ઓગસ્ટ 21, 2026 8:45 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી માળખાગત સુવિધાઓ, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કર્યો