ઓક્ટોબર 17, 2026 3:56 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી 2.0 હેઠળ એક લાખ 93 હજારથી વધુ વધારાના આવાસોના નિર્માણને મંજૂરી અપાઇ

પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી 2.0 હેઠળ એક લાખ 93 હજારથી વધુ વધારાના આવાસોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે, મિશન હેઠળ મંજૂર કરાયેલા મકાનોની કુલ સંખ્યા હવે 20 લાખને વટાવી ગઈ છે. શહેરી વિકાસ વિભાગના સચિવ સતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની 10મી બેઠક બાદ ગઈકાલે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે આ જાહેરાત કરી હતી.