ઓક્ટોબર 2, 2026 4:19 પી એમ(PM)

printer

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે G-20 વેપાર મંત્રીઓની બેઠકથી અલગ ફ્રાન્સ, કેનેડા, સાઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયાના વેપાર મંત્રીઑ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી

      વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના મિલવૌકીમાં G-20 વેપાર મંત્રીઓની બેઠકથી અલગ ફ્રાન્સ, કેનેડા, સાઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયાના વેપાર મંત્રીઑ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ બેઠકોમાં સંબંધિત દેશો સાથે વેપાર સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.

      ફ્રાન્સના વિદેશ વેપાર અને આર્થિક બાબતોના મંત્રી નિકોલસ ફૌરીસિયર સાથેની બેઠકમાં શ્રી ગોયલે વેપાર અને રોકાણ વધારવા, ભારત-EU મુક્ત વ્યાપાર સમજૂતીને વહેલી તકે પૂર્ણ કરવા અને એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, UPIનું એકીકરણ અને સંયુક્ત નવીનતાના ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી.

      કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ સાથેની બેઠકમાં બંને દેશોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર ચાલી રહેલી વાટાઘાટોની સમીક્ષા કરી અને તેને ટૂંક સમયમાં આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ માર્ચમાં આ કરારની પહેલ કરી હતી. જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $50 બિલિયન ડોલર સુધી વધારવાનો છે.

      સાઉદી અરેબિયાના વાણિજ્ય મંત્રી માજિદ બિન અબ્દુલ્લા અલ-કસાબી સાથેની બેઠકમાં શ્રી ગોયલે ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટોની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.

દક્ષિણ કોરિયાના વેપાર મંત્રી પાર્ક જુંગ-સુંગ સાથેની બેઠકમાં ભારત-દક્ષિણ કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

       બંને પક્ષોએ સંતુલિત વેપાર વૃદ્ધિ, ભારતીય કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને દરિયાઈ ઉત્પાદનો માટે બજારની સુલભતા અને ભારતમાં દક્ષિણ કોરિયાના ઉત્પાદન રોકાણમાં વધારો કરવાની તકો અંગે પણ ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.