ઓક્ટોબર 3, 2026 3:05 પી એમ(PM)

printer

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ સાથે મુક્ત વેપાર સંબંધોનું નેટવર્ક રચી રહ્યું હોવાનું કહ્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત મુક્ત વેપાર સંબંધોનું નેટવર્ક બનાવી રહ્યું છે જે વિશ્વની લગભગ 75 થી 80 ટકા અર્થવ્યવસ્થાઓને આવરી શકે છે. શિકાગોમાં યુએસ ઇન્ડિયન કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, શ્રી ગોયલે કહ્યું કે ભારતે તાજેતરના વર્ષોમાં તેની વેપાર વાટાઘાટોનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે. તેમણે કહ્યું કે, વધતા નેટવર્કથી ભારતમાં કાર્યરત કંપનીઓને ઘણા મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ મળશે.

શ્રી ગોયલે કહ્યું કે, 2014 પહેલા ભારત પાસે GDP માં લગભગ 10 ટ્રિલિયન ડોલરનું પ્રતિનિધિત્વ કરતી અર્થવ્યવસ્થાઓ સાથે મુક્ત વેપાર કરાર હતા. છેલ્લા ચારથી સાડા ચાર વર્ષોમાં, ભારતે 31 વિકસિત અને વિકાસશીલ દેશો સાથે મુક્ત વેપાર કરારો કરવાનું નક્કી કર્યું છે, જેમાં GDP માં લગભગ 60 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રોને આવરી લેવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.